પછી હું શું કહું...?

તારીખ : 27/09/2018
સ્થળ : મારી ઓફિસ
                          સવાર નો સમય હતો. હું મારી ઓફિસ માં મારા કામ માં વ્યસ્ત હતો. એટલા માં એક અવાજ આવ્યો.....
                         સર મે આઈ કમ ઇન...? મારી જ શાળા નો વિધાર્થી હતો.મે દરરોજ ની જેમ ચાલુ કામે જવાબ આપ્યો. હા બેટા આવ ને. લગભગ એ છોકરો ધોરણ 7 કે 8 માં ભણતો હશે એવું લાગ્યું. છોકરા એ નવા કપડાં પહેર્યાતા. અને એક  હાથ માં ચોકલેટ ની બેગ હતી અને બીજો હાથ તે બેગ ની અંદર હતો.  મને ખબર પડી ગઈ કે એ છોકરાનો જન્મદિવસ છે માટે તે ચોકલેટ આપવા આવ્યો છે. મારી પાસે આવી તેણે ચોકલેટ ની બેગ માથી ચોકલેટો કાઠી અને મને આપી. મે પણ હળવા સ્મિત સાથે તેને જન્મ દિવસ ની શુભકામના આપતા "હેપી બર્થડે" કીધું અને હાથ મળાવ્યો. છોકરો "થેંક્યું" બોલ્યો..... પછી નો સંવાદ કઈક આવો હતો......
છોકરો : સર,મારો બર્થ ડે નથી...!
હું : તો ...?
છોકરો : {હસતાં મોઠે} મારા મમ્મી નો બર્થ ડે છે આજ .
હું : અચ્છા,તો તારા મમ્મી ને મારા તરફ થી હેપી બર્થ ડે કેજે.
છોકરો : પણ સર મારા મમ્મી ભગવાન પાસે જતા રહ્યા છે...
હું : _______________________________
(મારા ઉતર ની રાહ જોઈ છોકરાએ  આખરે મારી સામે મીઠી સ્માઇલ આપી ને જતો રહ્યો.મને ક્યાક એની સ્માઇલ માં આશ્વાસન મળતું હોય તેમ હું જોતો રહ્યો અને એ જતો રહ્યો)
હવે તમેજ ક્યો પછી તો હું શું કહું...?

Comments

Popular posts from this blog